સુરતની એક મહિલાની માનેલી માનતા પુરી થતા મહિલા હાથમાં ચાંદીની પાયલ, છત્ર અને ૧૦ હજાર રૂપિયા લઈને કબરાઉ માં મોગલના ધામમાં આવી પહોંચી અને પછી થયું એવું કે…
કચ્છના કબરાઉ ધામમાં આજે પણ માં મોગલ સાક્ષાત બિરાજમાન છે, માં મોગલના દર્શન કરવા માત્રથી જ ભક્તોના ભલભલા બધા જ દુઃખો દૂર થાય છે, માં મોગલના દરબારમાં આખા વર્ષ દરમિયાન ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ભક્તો પણ માં મોગલના આશીર્વાદ મેળવીને તેમના જીવનમાં ધન્યતાનો અનુભવ કરતા હોય છે, માં મોગલ આજે પણ કબરાઉમાં હાજરા હજુર બિરાજમાન છે.
માં મોગલના ધામમાં આવતા ભક્તોના દુઃખો મણિધર બાપુ અવારનવાર દૂર કરતા હોય છે અને કહેતા હોય છે કે માતાજીએ તમારો વિશ્વાસ સ્વીકાર્યો છે તે માટે ભક્તોનું જીવન આનંદથી ભરાઈ જાય છે.
માં મોગલમાં આવતા ભક્તોની માતાજી પ્રત્યે ખુબ જ અતૂટ શ્રદ્ધા હોય છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન માં મોગલ ભક્તોને આજે પણ વિશ્વાસ આપે છે અને ભક્તોની માનેલી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે.
મહત્વની વાત તો એ છે કે માતાના ચરણોમાં આવતા ભક્તો ક્યારેય દુઃખી થઈને ઘરે પરત જતા નથી. ભક્તોની માનેલી માનતા પુરી થતા તાત્કાલિક જ ભક્તો માતાના ચરણોમાં પોતાની માનેલી માનતા પુરી કરવા માટે દોડી આવે છે. માં મોગલના ધામમાં આવા અનેક કિસ્સાઓ બનતા જોવા મળતા હોય છે, હાલમાં એક તેવો જ કિસ્સો સામે આવ્યો હતો.
સુરતની એક મહિલા ભક્ત હાલમાં કચ્છના કબરાઉ માં મોગલના ધામમાં પહોંચી હતી, આ મહિલાનું નામ નીતિબેન હતું, આ મહિલાએ તેમની માનેલી માન્યતા પ્રમાણે માતાજીના ચરણોમાં ચાંદીની ધાતુ અર્પણ કરી હતી, જેમાં પાયલ,
છત્તર અને માનતા પૂર્ણ કરવા માટે દસ હજારથી વધુની રોકડ રકમ હતી. તો મણિધર બાપુએ કહ્યું કે તું મારી દીકરી જેવી છે અને મણિધર બાપુએ કહ્યું કે માતાજીએ તમારી વાત માની લીધી, મહિલાને તેમની પાયલ, છત્ર અને દસ હજાર રૂપિયા પરત આપ્યા.