અમદાવાદના સાસુ વહુની જોડીએ કમાલ કરી દીધો, પોતાની મહેનતથી ચાલુ કર્યો થેપલાનો ધંધો અને આજે તેમાંથી લખપતિ બની ગયા…
આપણે દરેક લોકો જાણીએ છીએ કે કોઈ પણ કામ નાનું નથી હોતું, જો તમે કોઈ પણ કામ પાછળ મહેનત કરો તો તમને જરૂરથી તે કામમાં સફળતા મળતી હોય છે, આજે આપણે એક તેવા જ કિસ્સા વિષે વાત કરીશું, અમદાવાદના સાસુ વહુની જોડીએ તેમનો થેપલાનો ધંધો પોતાની મહેનતથી ખુબ જ મોટો કરી દીધો હતો, અમદાવાદના સાસુ વહુની જોડી છેલ્લા પાંચ વર્ષથી થેપલાનો ધંધો કરે છે.
અમદાવાદના સાસુ વહુની જોડી દિવસના ચાર હજાર થેપલા બનાવે છે, થેપલાનો બિઝનેસ કરવા માટે સાસુને તેમની વહુએ હિંમત આપી અને કહ્યું કે કોઈ પણ કામ કરવા માટે શરમ રાખવી જોઈએ નહીં, આ થેપલા આજે સાસુ વહુના થેપલા તરીકે ખુબ જ જાણીતા થયા છે, સાસુ વહુએ વર્ષ ૨૦૧૬ માં પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી તે માટે આ થેપલાનો વ્યવસાય શરૂ કર્યો હતો.
પ્રેમલતાબેન અને તેમની વહુ સ્વાદિષ્ટ થેપલા બનાવતા હતા, તે પછી તેમને બંનેએ સાથે મળીને થેપલાનો વ્યવસાય શરૂ કર્યો હતો, જે સમયે સાસુ વહુની જોડીએ થેપલાનો વ્યવસાય શરૂ કર્યો તે સમયે તેમની સાથે ઓછી મહિલાઓ જોડાઈ હતી અને ધીરે ધીરે થેપલાનો વ્યવસાય વધતો ગયો અને આજે ઘણી બધી મહિલાઓ થેપલાના વ્યવસાયમાંથી ઘણી બધી રોજગારી મેળવી રહી હતી.
જયારે સાસુ વહુએ થેપલાનો વ્યવસાય શરૂ કર્યો તે સમયે શરૂઆતમાં દસ પેકેટ થેપલા બનાવ્યા હતા, ત્યારબાદ ધીરે ધીરે વ્યવસાય વધતો ગયો એટલે પચાસ પેકેટ કર્યા અને આજે એક હજાર પેકેટ થેપલા બનાવીને ઘણી બહેનોને રોજગારી પુરી પાડી રહ્યા છે, આજે સાસુ વહુના થેપલા અમદાવાદમાં બધી જગ્યાએ ખુબ જ જાણીતા બન્યા છે અને આજુબાજુના ગામમાં પણ જાણીતા બન્યા છે.