રાજકોટના આ ગામે માં મહાકાળી સાક્ષાત બિરાજમાન છે, માતાજીના દર્શન માત્રથી જ ભક્તોના બધા દુઃખો દૂર થાય છે.
ગુજરાતમાં ઘણા બધા નાના મોટા હજારો લાખો મંદિરો આવેલા છે, દરેક મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે, ગુજરાતના દરેક ખૂણે ખૂણે ઘણા બધા નાના મોટા દેવી-દેવતાઓના પવિત્ર મંદિરો આવેલા છે. દરેક મંદિરમાં ભક્તો પોતાની પુરી આસ્થા અને શ્રદ્ધા સાથે દર્શન કરવા માટે આવતા હોય છે, આજે આપણે એક તેવા જ મહાકાળી માતાજીના મંદિર વિષે વાત કરીશું.
આ જગ્યા પર આજે પણ માં મહાકાળી સાક્ષાત બિરાજમાન છે, તેથી ભક્તો ઘણી મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે, આ જગ્યાને ભેખડવાળી મહાકાળી માતાજીના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે, ભેખડવાળા મહાકાળી માતાજીનું મંદિર રાજકોટથી આઠ થી દસ કિલોમીટરના અંતરે આવેલું છે, આ મંદિરમાં ભક્તો ઘણે દૂરથી મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે.
આ મંદિરના બાજુમાં એક નદી આવેલી છે, તે નદીમાં ખુબ જ પુષ્કર પ્રમાણમાં માછલીઓ રહે છે, તેથી એવું માનવામાં આવે છે કે આ નદીમાં રહેલી માછલીઓને ખવડાવવાથી પુણ્ય મળે છે, તેથી દર્શને આવતા દરેક લોકો માછલીઓને ખવડાવતા હોય છે, આ મંદિર વિષે એક ખાસિયત રહેલી છે કે આ મંદિર પહાડની વચ્ચે આવેલી ગુફામાં આવેલું છે.
એવું પણ કહેવામાં આવે છે કે આ ગુફા છેક પાવાગઢ સુધી નીકળે છે, મંદિરમાં આવેલું ભોંયરું ખુબ જ ઊંડું છે, આ મંદિરમાં શનિવાર અને રવિવારના રોજ ભક્તો ખુબ જ મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે, આ મંદિરનું દિવસે દિવસે ખુબ જ મહત્વ વધી રહ્યું છે એટલે ભક્તો અલગ અલગ જગ્યાએથી માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે.