પીપળ ગામે આજે પણ સ્વયંભૂ કેરડીયા હનુમાન દાદા બિરાજમાન છે, દાદાના આર્શીવાદ માત્રથી જ ભક્તોની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે.
આપણે દરેક લોકો જાણીએ છીએ કે ભારત દેશ એ આસ્થા અને શ્રદ્ધાનો દેશ છે, તેથી આખા દેશભરમાં નાના મોટા હજારો-લાખો ચમત્કારિક દેવી-દેવતાઓના પવિત્ર મંદિરો આવેલા છે. ગુજરાતમા પણ નાના મોટા ઘણા દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે, જેમાંથી આજે આપણે એક એવા જ હનુમાન દાદાના ચમત્કારિક મંદિર વિષે વાત કરીશું.
હનુમાન દાદાનું આ ચમત્કારિક મંદિરને કેરડીયા હનુમાનજી તરીકે પણ ઓળખવામાં આવે છે, હનુમાન દાદાના આમ તો ગુજરાતમાં ઘણા બધા મંદિરો આવેલા છે તેમાંથી એક કેરડીયા હનુમાન દાદાનું પણ મંદિર આવેલું છે, હનુમાન દાદાનું આ પવિત્ર મંદિર ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના પીપળ ગામમાં આવેલું છે. હનુમાન દાદાના આ મંદિરમાં દર્શન કરવા માટે ભક્તો ઘણી મોટી સંખ્યામાં આવે છે.
દાદાના દર્શન કરીને ભક્તો તેમના જીવનમાં ધન્યતાનો અનુભવ પણ કરતા હોય છે. હનુમાન દાદાના મંદિરના ઇતિહાસ વિષે જો વાત કરવામાં આવે તો આ મંદિરમાં હનુમાન દાદા સ્વયંભૂ બિરાજમાન થયા છે. ગામની નજીક એક નદીમાંથી દાદાની મૂર્તિ મળી આવી હતી, આ નદી સજીવન રહેતી હતી તો તે સમયે સાદીયા પરિવારના વાલી માં આ નદીમાં કપડાં ધોવા માટે આવતા હતા.
જયારે તે સમયે તેઓ કપડાં ધોતા હતા તે સમયે તેમને દાદાની મૂર્તિમાંથી એવો અવાજ આવ્યો કે કપડાં ધોતા ધોતા વાલીમાં ઉભા થઇ ગયા અને જોવા લાગ્યા કે કોણ બોલ્યું તો દાદાએ જવાબ આપ્યો અને કહ્યું કે મારી મૂર્તિ અહીંયા છે તેને અહિયાંથી લઇ જાઓ, પણ મૂર્તિમાં ખુબ જ વજન હતો તો દાદાએ કહ્યું કે લાંબા હાથ કરજો તો હું આવી જઈશ.
ત્યારબાદ વાલીમાં અહીં સુધી આવ્યા અને મૂર્તિને અહીંયા મૂકી અને તે પછી તે જગ્યા પર દાદાની સ્થાપના કરી દીધી હતી. આ મૂર્તિની પાછળ એક કેરડો હતો ત્યારથી આ દાદાનું નામ કેરડીયા હનુમાનદાદા પડ્યું. આજે આ મંદિરમાં ભક્તો ખુબ જ આસ્થા સાથે મોટી સંખ્યામાં દાદાના દર્શન કરવા માટે આવે છે.