ગલી ગલીમાં બંગડીઓ વહેંચતી માતાનો દીકરો બન્યો CRPF માં સબ ઈંસ્પેક્ટર, જાણો આ દીકરાની સંઘર્ષ ભરી કહાની વિષે…
આપણે દરેક લોકોએ પેલી કહેવતને તો સાંભળી જ હશે કે કોઈ પણ માણસ માટે કોઈ કામ અશક્ય નહીં, તેથી જે માણસ જે કામ ધારે છે તે દરેક કામ કરી શકે છે, અડગ મનના મુસાફીરને હિમાલય પણ નથી નડતો, તેવો જ એક કિસ્સો હાલમાં સામે આવ્યો હતો, ગમે તેવી વિપરીત પરિસ્થિતિ હોય તો પણ તે વ્યક્તિ પોતાનું લક્ષ્ય હાંસિલ કરીને પરિવારનું નામ રોશન કરતો હોય છે.
હાલમાં એક તેવો જ કિસ્સો રાજસ્થાનના બાડમેરમાંથી સામે આવ્યો હતો, આ કિસ્સાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે માતા પિતાએ ગામડે ગામડે ફરીને બંગડીઓ વહેંચીને દીકરાને ભણાવ્યો તો દીકરાને પણ પોતાની સખત મહેનતથી માતાપિતાનું નામ ગર્વથી રોશન કર્યું હતું, દીકરાએ સખત મહેનત સાથે CRPF માં સબ ઈંસ્પેક્ટરનું પદ હાંસિલ કરીને માતાપિતાનું નામ ગર્વથી રોશન કર્યું.
CRPF માં સબ ઈંસ્પેક્ટરનું પદ હાંસિલ કરનાર યુવકનું નામ રાહુલ ગવારીયા છે, રાહુલ ગવારીયાએ સખત મહેનત સાથે મોટી સિદ્ધિ હાંસિલ કરીને આખા સમાજનું નામ ગર્વથી રોશન કર્યું હતું, દીકરાની આ સફળતા જોઈને માતા પિતાની આંખમાં પણ આંસુ આવી ગયા હતા, દીકરાની આ સફળતા જોઈને દરેક લોકો ખુબ જ ખુશ થઇ ગયા હતા.
રાહુલ ગવારીયાને આ પદ સુધી પહોંચવા માટે ઘણી મોટી મોટી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો હતો, કારણ કે પરિવારની આર્થિક પરિસ્થિતિ ખુબ જ નબળી હતી, પિતા જલારામ અને માતા કમલા ગામડે ગામડે ફરીને બંગડીઓ વહેંચીને પોતાના દીકરાને ભણાવ્યો તો દીકરાએ પણ સખત મહેનત સાથે સબ ઈંસ્પેક્ટર બનીને માતાપિતાની મહેનતને સાચી સાર્થક કરી.