ગુજરાતમાં આવેલું છે ચમત્કારિક મંદિર, જ્યાં માનતા માનીને લાકડાના હાથ પગ ચઢાવવા માત્રથી જ હાથ પગમાં જ્યાં ફ્રેક્ચર થયું હોય તે મટી જાય છે.
ભારત દેશમાં ઘણા બધા નાના મોટા મંદિરો આવેલા છે, દરેક મંદિરનો અલગ અલગ મહિમા રહેલો છે. આપણો ભારત દેશ ખુબ જ ધાર્મિક છે, તે માટે ઘણા લોકોની આસ્થા મંદિરો સાથે જોડાયેલી હોય છે. ઘણા મંદિરોમાં તો ઘણા એવા ચમત્કાર પણ થતા જોવા મળતા હોય છે, ઘણા મંદિરોના ચમત્કાર જોઈને તો આપણે બે ઘડી વિચારમાં જ પડી જતા હોય છે.
આજે આપણે એક તેવા જ મંદિર વિષે વાત કરીશું, આ મંદિરનો મહિમા ખુબ જ અપરંપાર છે. આ મંદિર અલીરાજ પુરાના સુંઢિયામાં આવેલું છે. આ મંદિરમાં માનતા રાખવા માત્રથી જ શરીરના કોઈપણ ભાગમાં ફ્રેક્ચર થયેલું હોય તે દૂર થઇ જાય છે. તે માટે જ આ મંદિરમાં બિરાજમાન દેવીને ફ્રેક્ચર દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે આ મંદિરમાં અત્યાર સુધી હજારો લોકોના દુઃખ દૂર થયા છે.
આ મંદિરમાં લોકો પોતાનું ફ્રેક્ચર દૂર થઇ જાય તે માટે ઘણે દૂરથી મોટી સંખ્યામાં આવતા હોય છે, આ મંદિરમાં આવીને લોકો માનતા માને છે અને જયારે તેમનું ફ્રેક્ચર સારું થઇ જાય તે પછી પોતાની માનેલી માનતા પુરી કરવા માટે લોકો મંદિરમાં પરત આવતા હોય છે અને મંદિરમાં પાછા આવીને લાકડાનો પગ અથવા હાથ અર્પણ કરતા હોય છે.
જેનાથી તે લોકોની માનેલી માનતા પુરી થઇ જાય છે. જે લોકોના પગમાં ફ્રેક્ચર થયું હોય તે લોકો લાકડાનો પગ અર્પણ કરતા હોય છે અને જે લોકોને હાથમાં ફ્રેક્ચર થયું હોય તે લોકો લાકડાનો હાથ અર્પણ કરીને પોતાની માનેલી માનતા પુરી કરતા હોય છે,
અત્યાર સુધી હજારો લોકોની માનેલી માનતાઓ પુરી થઇ છે, તે માટે જ લોકોને શરીરમાં કોઈપણ જગ્યાએ ફ્રેક્ચર થાય તો તે લોકો અહીં આવીને માનતા માને છે અને ફ્રેક્ચરની સમસ્યા દૂર કરે છે.