ખુંટા ગામે આજે પણ હનુમાન દાદા સાક્ષાત બિરાજમાન છે, દાદાના દર્શન માત્રથી જ નિઃસંતાન દંપતીઓના ઘરે પણ પારણા બંધાય છે.
ગુજરાતની પવિત્ર ધરતી પર ઘણા બધા હજારો નાના મોટા દેવી દેવતાઓના પવિત્ર મંદિરો આવેલા છે, દરેક મંદિરમાં ભક્તો ઘણે દૂરથી હજારોની સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે, ગુજરાતના દરેક ખૂણે ખૂણે નાના મોટા હજારો-લાખો દેવી-દેવતાઓના નાના મોટા પવિત્ર સ્થાનકો આવેલા છે. આજે આપણે એક તેવા જ ચમત્કારિક અને પવિત્ર મંદિર વિષે વાત કરીશું.
આ ચમત્કારિક મંદિરમાં આજે પણ હનુમાન દાદા હાજરા હજુર બિરાજમાન છે. તેથી ભક્તો હનુમાન દાદાને સંકટ મોચન તરીકે પણ ઓળખે છે, આ ચમત્કારિક હનુમાન દાદાનું મંદિર નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ખુંટા આંબા ગામમાં આવેલું છે, હનુમાન દાદાના દર્શન કરવા માટે ભક્તો ઘણી મોટી સંખ્યામાં આવતા હોય છે, હનુમાન દાદાનું આ ચમત્કારિક મંદિર ભક્તો માટે એક આસ્થાનું કેન્દ્ર બની ગયું છે.
હનુમાન દાદાના આ ચમત્કારિક મંદિરના ઇતિહાસ વિષે વાત કરવામાં આવે તો હનુમાન દાદાની આ મૂર્તિ પહેલા રાજપીપળાની બાજુમાં આવેલા જૂનારાજ ગામમાં હતી. તે પછી વર્ષ ૧૯૮૨ માં આ ગામમાંથી હનુમાન દાદાની મૂર્તિ શિવ ભક્તો દ્વારા ખુંટાના આંબા ગામે લાવવામાં આવી હતી અને ત્યાં હનુમાન દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી.
તે પછી તે જગ્યા પર એક મંદિર પણ બનાવવામાં આવ્યું હતું. તે સમયથી આ મંદિરને ઢીકી હનુમાન દાદાના મંદિર તરીકે ઓળખવામાં આવે છે, આ મંદિરમાં હનુમાન દાદાના દર્શન કરવા માટે ભક્તો મંગળવાર અને શનિવારના રોજ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે, હનુમાન દાદાના દર્શન કરીને ભક્તો તેમના જીવનમાં ખુબ જ ધન્યતાનો અનુભવ કરતા હોય છે.
આ મંદિરમાં એવું માનવામાં આવે છે કે દાદાના દર્શન માત્રથી જ જે ભક્તોને સંતાન પ્રાપ્તિનું સુખ ના મળતું હોય તેવા ભક્તોના ઘરે પણ દાદાના આશીર્વાદથી પારણાં બંધાય છે, આથી ભક્તો મોટી સંખ્યામાં દાદાના દર્શન કરવા માટે આવે છે.