ધન્ય છે ખજુરભાઈની દાતારીને, બ્રાહ્મણ પરિવારની સ્થિતિ વિષે ખબર પડતાની સાથે જ ખજુરભાઈ પરિવારનો દીકરો બનીને મદદ માટે પહોંચી ગયા…
દરેક લોકો આજે પણ ખજુરભાઈનું નામ સાંભળતાની સાથે જ ખુબ ખુશ થઇ જાય છે, ખજુરભાઈએ અત્યાર સુધી તેમના ખિસ્સાના કરોડો રૂપિયા વાપરીને ઘણા ગરીબ લોકોના મોઢા પર સ્મિત લાવવાનું કામ કર્યું છે, તે માટે આજે દરેક લોકો માટે ખજુરભાઈ મસીહા બની ગયા છે, ખજુરભાઈ ઘણા લોકો માટે દેવદૂત સાબિત થયા છે, જે સમયે સૌરાષ્ટમાં વાવાઝોડું આવ્યું તે સમયે પણ ખજુરભાઈ ત્યાં મદદ કરવા માટે પહોંચી ગયા હતા.
ખજુરભાઈએ અત્યાર સુધી ઘણા બધા નિરાધાર લોકોને રહેવા માટે નવા ઘર બનાવી આપીને આશરો આપ્યો છે, તે માટે આજે લોકો ખજુરભાઈનું નામ સાંભળતાની સાથે જ ખુબ ખુશ થઇ જાય છે, હાલમાં ખજુરભાઈ રાજકોટ જિલ્લાના વિજ્યા તાલુકાના સમઢીયાળા ગામમાં રહેતા શારદાબેન બચુભાઈ નામના બ્રાહ્મણ પરિવારની મદદ માટે આવ્યા હતા, બ્રાહ્મણ પરિવારમાં ત્રણ જણા રહેતા હતા.
આ પરિવારમાં માતા પિતા અને તેમનો એક દીકરો રહે છે, બે દીકરીઓ થોડા સમય પહેલા ગુજરી ગઈ હતી, આ પરિવારમાં રહેતા માતા પિતા અને દીકરો ત્રણેય જણા એબ્નોર્મલ છે, ચાર દિવસ પહેલા વરસાદના કારણે આ પરિવારના લોકો પાસે જે નાનું ઘર હતું તે પણ પડી ગયું હતું, તે માટે આ પરિવારની મદદ માટે ખજુરભાઈ તેમની ટિમ સાથે પહોંચી ગયા હતા.
ખજુરભાઈ બ્રાહ્મણ પરિવારની મદદ માટે પહોંચી ગયા હતા, ખજુરભાઈએ પરિવારના લોકો સાથે પુછપરછ કરી તો માજીએ જણાવ્યું કે કઈ હારું નહીં ઘરમાં બધી જ જગ્યાએ પાણી પડે છે બહાર પણ પાણી પડે છે, બેસવા જેવી કોઈ જગ્યા નહીં સાહેબ, હવે અમારે કરવું શું, ઘરમાં ત્રણ જ જણા, તેથી કોઈને બોલાવી ત્યારે કઈ કામ થાય, તેથી આ ત્રણેય જણા આખો દિવસ બેસીને ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરી રહ્યા છે, ખજુરભાઈ હવે આ પરિવારને રહેવા માટે નવું ઘર બનાવી આપીને તેમની મદદ કરશે.