આ મંદિરમાં ૫૨ વીર હનુમાનજી સાક્ષાત બિરાજમાન છે, જેમાં એક હનુમાનજી બિરાજમાન થઈને રોજ કસુંબો પીવે છે.
આપણા ભારત દેશમાં ઘણા દેવી દેવતાઓના નાના મોટા મંદિરો આવેલા છે, દરેક મંદિર આજે પોતાના ચમત્કારથી ખુબ જ જાણીતા થયા છે, આજે આપણે એક તેવા જ ચમત્કારિક મંદિર વિષે વાત કરીશું, આ મંદિરમાં બિરાજમાન હનુમાન દાદા રોજ પ્રગટ થઈને કસુંબો પીવે છે. હનુમાન દાદાનું આ મંદિર મોલડી ગામે આવેલું છે. આ મંદિર રાજકોટથી ૪૦ કિલોમીટર અને ચોટીલાથી રાજકોટ હાઇવે પર સાત કિલોમીટરના દૂર અંતર પર આવેલું છે.
આ જગ્યા આજે પણ ૫૨ વીર હનુમાનજી સાક્ષાત બિરાજમાન છે, આ જગ્યા પર સ્વયંભૂ હનુમાનજીનું મંદિર આવેલું છે. આ મંદિરમાં ૫૨ જગ્યા પર હનુમાનજી પ્રગટ થયા છે. આ મંદિરમાં દર્શને આવતા ભક્તો હજુ સુધી તે મૂર્તિઓ ઘણી શક્યા નહિ, જો કોઈ ભક્ત ઘણે તો તેમને ૫૧ મૂર્તિ થાય અથવા ૫૩ થાય, કોઈ પણ ભક્તને હજુ સુધી ૫૨ મૂર્તિઓ ઘણી શક્યા નથી.
આ જગ્યા પર દરેક ભક્તોના સંકલ્પ સિધ્ધ થાય છે. આ મૂર્તિમાંથી એક હનુમાનજી બંધાણી પણ છે. જે કસુંબો પીવે છે તે ભક્તો ઘરે બેઠા બેઠા હનુમાનજીને સંકલ્પ કરતા હોય છે, જયારે તે ભક્તોના સંકલ્પ સિધ્ધ થાય ત્યારે ભક્તો હનુમાનજીની માનેલી માનતા પુરી કરવા માટે આવતા હોય છે, જ્યાં ૫૨ તસકે ૫૨ વીર હનુમાનજી બિરાજમાન થયા છે.
આ મંદિરમાં રોજ સવારે દાદાને કસુંબો પણ ધરાવવામાં આવે છે, આ મંદિરમાં આરતી કર્યા પછી દાદાને છ વાગે કસુંબો ધરાવવામાં આવે છે. હનુમાન જયંતિના દિવસે આ મંદિરમાં ભવ્ય ડાયરાનું આયોજન પણ કરવામાં આવે છે,
અને તેની સાથે સાથે તે દિવસે ૨૪ કલાક પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે. આ દિવસે ડાયરાના કાર્યક્રમમાં નામી અનામી ગાયક કલાકારો આવીને ડાયરાની એવી રમઝટ બોલાવતા હોય છે કે તે દિવસે આખી રાત ડાયરો કરવામાં આવે છે, આ ડાયરાના કાર્યક્રમમાં આખી રાત ભક્તો મોટી સંખ્યામાં હાજર રહેતા હોય છે.