ડોકટરોએ કહ્યું ઓપરેશનથી પણ આ દુખાવો નહિ મટે, તો યુવકે માં મોગલને યાદ કરીને માનતા માની તો થયો એવો મોટો ચમત્કાર કે…
માં મોગલના પરચા આજે પણ અપરંપાર છે, માં મોગલનું નામ લેવા માત્રથી જ ભક્તોના ભલભલા બધા જ દુઃખો દૂર થાય છે, અત્યાર સુધી માં મોગલએ ઘણા ભક્તોના દુઃખો દૂર કરીને તેમનું જીવન ખુશીઓથી ભરી દીધું છે, માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખવાથી ભક્તોના બધા જ દુઃખો અને કામ પુરા થઇ જાય છે. હાલમાં એક તેવો જ કિસ્સો ગોંડલથી સામે આવ્યો હતો.
આ કિસ્સાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે ગોંડલમાં રહેતા એક યુવકને એવો દુખાવો થયો હતો કે તે દુખાવો કોઈ ડોક્ટરથી પણ મટે તેમ ન હતો, તો યુવકએ માં મોગલને યાદ કરીને માનતા માની, આ યુવક ગોંડલનો રહેવાસી હતો અને તેને અચાનક જ શરીરમાં દુખાવો ઉપડ્યો હતો, આ યુવક બે ત્રણ ડોક્ટર પાસે ગયો પણ બધા ડોકટરોએ યુવકને અલગ અલગ કારણ બતાવ્યા હતા.
બધા ડોકટરોએ કહ્યું કે આ કરવું પડશે પેલું કરવું પડશે. બધા ડોક્ટરોએ જુદા જુદા કારણ બતાવ્યા તો યુવકને પણ થયું કે કોઈ પણ ડોક્ટર તેનો દુખાવો મટાડી નહીં શકે. ત્યારબાદ આ યુવક એક દિવસ સુતા સુતા મોબાઈલ ફેંદી રહ્યો હતો તો તેને માં મોગલના પરચાનો એક વિડીયો જોયો તો યુવકે મનમાં જ માં મોગલને યાદ કરીને માનતા માની લીધી હતી.
માં મોગલને કહ્યું કે હે માં મોગલ જો તમે મારા શરીરમાં થતો આ દુખાવો મટાડી દેશો તો હું કબરાઉ માં મોગલના ધામમાં આવીને પંદર હજાર રૂપિયા પ્રસાદીના ચઢાવીશ, ત્યારબાદ થોડા જ દિવસોમાં યુવકને શરીરમાં થતો દુખાવો મટી ગયો તો યુવક જાણી ગયો કે આ માં મોગલનો પરચો જ છે, ત્યારબાદ યુવક પોતાની માનેલી માનતા પુરી કરવા માટે કબરાઉમાં બિરાજમાન માં મોગલના ધામમાં આવી પહોંચ્યો.
યુવકે માં મોગલના ધામમાં જઈને માં મોગલના દર્શન કર્યા અને મણિધર બાપુને પૈસા આપ્યા તો મણિધર બાપુએ તેમાં એક રૂપિયો ઉમેરીને તે પૈસા યુવકને પરત આપ્યા અને કહ્યું કે આ પૈસા તું તારી બહેન દીકરીને આપી દેજે અને માં મોગલમાં વિશ્વાસ રાખવાથી ભક્તોના ભલભલા બધા જ કામો પૂર્ણ થાય છે.