દંપતીના ૭ વર્ષના દીકરાને કાળ ભરખી ગયો, તો માં મોગલે દંપતીને આપ્યો એવો પરચો કે આજે આંખમાં થી આંસુ નથી સુકાતા….

માં મોગલના પરચા અપરંપાર છે. માં મોગલના દરબારમાંથી કોઈપણ વ્યકતિ દુઃખી થઇને કયારેય પાછા નથી આવી શકતો. સાચા દિલથી માં મોગલને પ્રાર્થના કરવામાં આવે તો માં મોગલ તેમની ઈચ્છા જરૂરથી પુરી કરે છે.

ધનરાજ ભાઈ નામના યુવકના ઘરે એક દીકરાનો જન્મ થયો હતો. દીકરાનો જન્મ થયા આખો પરિવાર ખુબજ ખુશ હતો. દીકરો ૭ વર્ષનો થયો ત્યારે અચાનક તેનું મૃત્યુ થઇ ગયું.૭ વર્ષના દીકરાનું મૃત્યુ થઇ જતા માતા પિતા ખુબજ હતાશામાં પોતાનું જીવન જીવી રહયા હતા.

ધનરાજ ભાઈ અને તેમની પત્નીને થયું કે હવે તેમને સંતાન ન થયું તો આખરે ધનરાજ ભાઈએ મોગલ માં ને પ્રાર્થના કરી કે માં આમારા ઘરે દીકરાનો જન્મ થાય એવા આશીર્વાદ આપજો. ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે જો નિશાન વાળો દીકરો જન્મે તો માનજો કે માં મોગલે દીકરો દીધો છે.

તે સમયે ધનરાજ ભાઈએ માનતા રાખી હતી કે જો તેમના ઘરે દીકરાનો જન્મ થશે તો હું ૧૩ હજાર રૂપિયા માં મોગલના ચરણોમાં ચઢાવીશ. માં મોગલે તેમની પ્રાર્થના સ્વીકારી અને તેમાં ઘરે ફરી દીકરાનો જન્મ થયો અને દીકરાને નિશાન હતું. આ જોઈને ધનરાજ ભાઈ સાચેમાં માની ગયા કે માં મોગલના પરચા અપરંપાર છે.

તે પોતાના દીકરાને લઈને મણિધર બાપુના ચરણોમાં પહોંચ્યા અને તેમના આશીર્વાદ લીધા અને મણિધર બાપુએ કહ્યું કે આતો માં મોગલે આપેલો દીકરો છે. પછી ધનરાજ ભાઈએ ૧૩ હજાર રૂપિયામાં મોગલના ચરણોમાં આપ્યા તો મણિધર બાપુએ તરત જ તેમાં ૧ રૂપિયો ઉમેરીને ધનરાજ ભાઈની પત્નીને પાછો આપ્યો. કહ્યું માં મોગલ આપનારા છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *