અકસ્માતમાં ભાવનગરના સાત લોકોના મૃતદેહોને જોઈને આખું ભાવનગર હીબકે ચડ્યું, વિડીયો જોઈને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે…
હાલમાં રોજબરોજ માર્ગ અકસ્માતનું પ્રમાણ સતત વધી રહ્યું છે, સતત માર્ગ અકસ્માતના વધતા પ્રમાણના કારણે ઘણા નિર્દોષ લોકોના પણ મૃત્યુ થઇ જતા હોય છે, ઘણા માર્ગ અકસ્માતના કારણે તો આખા પરિવારના માળા પણ વિખેરાઈ જતા હોય છે, હાલમાં જ એક તેવો માર્ગ અકસ્માતનો દુઃખદ બનાવ સામે આવ્યો હતો, આ અકસ્માતની માહિતી મળતા જાણવા મળ્યું હતું.
આ અકસ્માત ઉત્તરાંખડમાં સર્જાયો હતો, આ સર્જાયેલા ગંભીર અકસ્માતમાં ભાવનગર જિલ્લાના સાત લોકોના મૃત્યુ થઇ ગયા હતા, આ અકસ્માતમાં મૃત્યુ પામેલા છ લોકોના મૃતદેહોને તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા હતા,
આ અકસ્માતમાં મૃત્યુ થયેલા લોકોમાં તળાજાના પાદરી ગામના એક વ્યક્તિ ગીગાભાઇનું પણ મૃત્યુ થઇ ગયું હતું. ગીગાભાઇના મૃત્યુ બાદ આખા ગામમાં જાણે ભારે શોકના વાદળો છવાઈ ગયા હોય તેવું ગમગીન વાતાવરણ સર્જાઈ ગયું હતું.
ગીગાભાઇ પાંચ બહેનોના એકના એક ભાઈ હતા અને સાત બાળકોના પિતા હતા, ગીગાભાઈનો આખો પરિવાર તેમના પર જ નિર્ભર હતો પણ તેમનું આ અકસ્માતમાં મૃત્યુ થઇ જતા આખો પરિવાર પોંખ મૂકીને ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હતો, ગીગાભાઇના મૃત્યુ બાદ તેમના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવું દુઃખદ વાતાવરણ સર્જાઈ ગયું હતું.
આ ઘટનાની વધુ માહિતી મળતા જાણવા મળ્યું હતું કે ભાવનગર જિલ્લાના સાત લોકો ઉત્તરાંખડ ફરવા માટે ગયા હતા અને અચાનક જ બસ ખીણમાં ખાબકી ગઈ તો ઘટનાસ્થળ જ બધા લોકોના મૃત્યુ થઇ ગયા હતા,
આ ઘટના બનવાથી આખા ગામમાં ભારે શોક છવાઈ ગયો હોય તેવું દુઃખદ વાતાવરણ સર્જાઈ ગયું હતું, જયારે ગીગાભાઇનો મૃતદેહ તેમના વતને આવ્યો ત્યારે તેમનો મૃતદેહ જોઈને આખો પરિવાર જોરજોરથી રડી પડ્યો હતો.