૧૦ વર્ષ પહેલા પરિવારથી વિખુટા પડી ગયેલા પતિનું અચાનક જ મિલન થતા પત્ની ગળે વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
રોજબરોજ ઘણા કિસ્સાઓ એવા બનતા હોય છે કે તે જાણીને ઘણીવાર આપણે ચોકી જતા હોય છે, ઘણા લોકો જયારે પોતાના પ્રિયજનોને ગુમાવી દે તે પછી પણ લોકો ખુબ જ દુઃખી થઇ જતા હોય છે, જયારે કોઈ આપણી નજીકની વ્યક્તિ આપણાથી દૂર થઇ જાય ત્યારે પણ આપણને તે વાતનું ખુબ જ દુઃખ લાગતું હોય છે, આ દુનિયામાં આજે પણ ઘણા એવા લોકો છે.
જે પોતાના પરિવારના લોકોથી અલગ થઈ ગયા છે અને તે લોકો ફરી ક્યારેય પોતાના પરિવારના લોકોને મળી શક્યા નથી. ઘણા ઓછા લોકો એવા નસીબદાર હોય છે જે પોતાના પરિવારના લોકોથી અલગ થયા પછી પણ પોતાના પરિવારના લોકોને ફરી મળી શકતા હોય છે, આજે આપણે એક એવા જ ભાગ્યશાળી વ્યક્તિ વિશે વાત કરીશું.
આ કિસ્સાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે આજથી દસ વર્ષ પહેલા આ વ્યક્તિ પોતાના પરિવારથી અલગ થઈ ગયો હતો અને અચાનક જ પોતાના પરિવારના લોકોને મળ્યો તો આખો પરિવાર ખુબ જ ખુશ થઇ ગયો હતો, આ કિસ્સો બલિયાની એક મહિલાનો છે, આ મહિલાએ અચાનક જ તેના પતિને દસ વર્ષ પછી જોયો તો મહિલા ત્યાંને ત્યાં રડવા લાગી અને નાના બાળકની જેમ વ્હાલ કરવા લાગી.
આ ઘટનાની વધુ માહિતી મળતા જાણવા મળ્યું હતું કે આ ઘટના ઉત્તર પ્રદેશના બલિયાથી સામે આવી હતી, બલિયા જિલ્લાના સુખપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના દેવકાળીમાં રહેતી મહિલા ઘણા વર્ષોથી પોતાના પતિની રાહ જોઈ રહી હતી. આખરે ભગવાને મહિલાની પ્રાર્થના સાંભળી અને અચાનક જ દસ વર્ષ પહેલા ગુમ થઇ ગયેલા પતિ મળી આવ્યા તો મહિલાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા.