વર્ષ ૧૯૯૯ માં કચ્છના પગીઓએ પોતાના જીવનો એક પણ સેકન્ડ વિચાર કર્યા વગર ૩૨ કિલો RDX નો જથ્થો પકડાવીને કેટલાય લોકોના જીવ બચાવ્યા હતા.
માં ભોમની રક્ષા કરતા કરતા આપણા દેશના કેટલાય જવાનો શહીદ થતા હોય છે, દેશની સેવા કરતા કરતા હાલ સુધી ઘણા જવાનો શહીદ થયા છે. દેશની સેવા કરવા માટે કેટલાય જવાનો ચોવીસે કલાક ખડેપગે રહીને દેશની સેવા કરતા હોય છે. એવા જ એક કચ્છના પગી વિષે જાણીએ જેઓએ કેટલાય લોકોના જીવ બચાવ્યા હતા. આ વાત ઘણા વર્ષો પહેલાની છે.
એ સમયે કચ્છમાં વર્ષ ૧૯૭૧ માં યુદ્ધ પછી આવીને વસેલા લોકો પગી કહેવાય હતા, તેમનામાં બધા જ જાનવરોના પગ જોઈને તેમને ઓળખવાની કળા હતી. જે સમયે વર્ષ ૧૯૭૧ માં સિંધમાંથી ભારત કેટલાય લોકોએ સ્થળાંતર કર્યું હતું. એ સમયે તેઓ આવ્યા પછી દીનારા અને બાદમાં ઝુરા ગામની બાજુમાં ઝુરા કેમ્પ ઊભો કરીને વસ્યા હતા. તેઓ ખાલી પગના નિશાન જોયા પછી તમામ જાનવરોને ઓળખી દે છે.
તો એ સમયે રણમાં તેઓ રહેતા અને ઊંટના પગ પણ તેઓ ઓળખી જતા હતા, આવી જ રીતે પોલીસે પગીની ભરતી કરી હતી કેમ કે તેઓ રણમાં ફરતા ઊંટ તેમના છે કે બીજા દેશના એ પણ ઓળખી શકે. આવી જ રીતે પોલીસે ભરતી કરી જેનાથી તેઓને મદદ થઇ શકે. આમ વર્ષ ૧૯૯૯ ની વાત છે એ સમયે ઊંટ પર વિસ્ફોટક પદાર્થનો મોટો જથ્થો લઈ રણમાં આવી ગયા હતા.
આ વિષે માહિતી મળતા જ પગીએ ૩૦ કિમિ સુધી આ ઊંટના પગથી ઝુરા કેમ્પ પાસેના ડુંગરાળ વિસ્તાર સુઘી પોલીસને પહોંચાડ્યા હતા. જેમાં એ સમયે સાંગાજી સોઢા, અગ્રાજી સોઢા, નેતાજી સોઢા, સુરાજી રાઠોડ, નવઘણજી સોઢા , વેસલજી સોઢા અને ભેરાજી સોઢાએ પોલીસની મદદ કરી હતી. તેઓએ આ લોકો સુધી તેમને પહોંચાડ્યા હતા.
આમ તેઓએ તેમની સુધી પહોંચાડીને ૩૨ કિલો RDX પણ પકડ્યો હતો, તેનાથી કેટલાય લોકોનો જી પણ બચી ગયો હતો. દેશની સેવા કરવા માટે પોતાના જીવની ચિંતા કર્યા વગર તમામ પ્રકારની તૈયારી પણ બતાવી હતી.