યુવતીની માનતા પુરી થતા માનતા પુરી કરવા યુવતી માં મોગલના દ્વારે કબરાઉ સોનાના પગલાં અને સાડી લઈને આવી પછી મણિધર બાપુએ કહ્યું એવું કે…
માં મોગલના પરચા રોજે રોજ સાંભળવા મળે છે અને માના પરચા અપરંપાર છે. માં મોગલનું નામ લેવાથી જ ભકતોના દુઃખ અને તકલીફ હંમેશા માટે દૂર થઇ જતી હોય છે. અત્યારસુધી માં મોગલના આશીર્વાદથી લાખો કરોડ લોકોના જીવનમાં આવતા દુઃખો દૂર થઇ ગયા છે અને તેમનું જીવન પણ સુધરી ગયું છે. માં મોગલને જે પણ વ્યકતિ સાચા દિલથી માને છે.
તેઓએ માંગેલી તમામ મનોકામનાઓ પણ પૂર્ણ થઇ જાય છે, આજ સુધી માં મોગલના દરબારથી કોઈપણ વ્યકતિ દુઃખી થઇને પાછું નથી ગયું અને ખાલી હાથે પણ માં કોઈને પાછા જવા નથી દેતી. આજે એક યુવક માં મોગલના દરબારમાં સોનાના પગલાં, સાડી અને માં મોગલનો શણગારની તમામ વસ્તુઓ લઈને માં મોગલના દરબારમાં આવ્યા હતા.
તો તેમને મણિધર બાપુને આ બધી વસ્તુઓ આપી ને એવું કહ્યું હતું કે, બાપુ આ બધી વસ્તુઓ સ્વીકારીને મારી માનતા પુરી કરો આ સાંભળીને બાપુએ તેમને કહ્યું કે તમારે શેની માનતા છે. તો યુવતીએ કહ્યું કે તેના જીવનમાં એક સૌથી મોટી તકલીફ હતી. તો માં મોગલને તે સમસ્યા દૂર થઇ જાય તેની માટે પ્રાર્થના પણ કરી હતી અને તે સમસ્યા દૂર થઇ ગઈ હતી.
આમ આ તકલીફ દૂર થઇ જતા આ યુવતી માંના ચરણોમાં આવીને સોનાના પગલાં, સાડી અને શણગારની વસ્તુઓ ભેટ સ્વરૂપે ચઢાવવા આવી હતી. આ જોઈને બાપુએ આ બધી વસ્તુઓ પોતાના હાથમાં લઈને કહ્યું કે આ તારો વિશ્વાસ હતો માટે તારું આ કામ પૂરું થયું છે. માં મોગલ પર વિશ્વાસ રાખજે અને માં મોગલ તારી બધી જ મનોકામનાઓ પુરી કરશે.
ત્યારબાદ એવું કહ્યું કે આ સોનાના પગલાં પણ તારા, સાડી પણ તારી અને શણગારની વસ્તુઓ પણ તારી આ બધું માં મોગલ તને આપે છે. આમ માં મોગલ તારી માનતા સ્વીકારે છે અને આ તમામ વસ્તુઓ પણ તારી પાસે જ રાખશે.