રડાવી દે તેવી પ્રેમ કહાની, પ્રેમીની કિડની ખરાબ હોવા છતાં પણ પ્રેમિકાએ તેની સાથે લગ્ન કર્યા, લગ્નના પાંચ મહિના પછી પ્રેમીનું મૃત્યુ થઇ જતા પ્રેમિકાએ પણ પોતાનું જીવન ટૂંકાવ્યું તો આખું ગામ હીબકે ચડ્યું.
રોજબરોજ ઘણા અવનવા બનાવો બનતા હોય છે, ઘણા તો દુઃખદ બનાવો પણ બનતા હોય છે, હાલમાં થોડા દિવસો પહેલા જ અમરેલીથી એક રુંવાટા ઉભા કરી દે તેવી એક ઘટના સામે આવી હતી, આ ઘટનાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે પતિના મૃત્યુનો વિયોગ પત્નીથી ના સહેવાતા પત્નીએ પણ પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું.
આ બનાવની વધુ માહિતી મળતા જાણવા મળ્યું હતું કે અમરેલીના પ્રિન્સી અને ધર્મેશ એકબીજાને ખુબ જ પ્રેમ કરતા હતા. ધર્મેશની એક કિડની ફેલ હોવા છતા પણ પ્રિન્સીએ ધર્મેશ સાથે લગ્ન કર્યા હતા, હજુ તો લગ્નના પાંચ મહિના જ થયા હતા, તેની પહેલા ધર્મેશ અને પ્રિન્સીએ કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યારબાદ બંને જણા પોતાનું સુખેથી જીવન જીવી રહયા હતા.
ધર્મેશની એક કિડની ફેલ હોવા છતાં પણ પ્રિન્સીએ તેની સાથે લગ્ન કર્યા હતા. કારણ કે પ્રિન્સી ધર્મેશને સાચો પ્રેમ કરતી હતી. તે માટે પ્રિન્સીએ પરિવારના લોકોને સમજાવ્યા અને તે પછી ધર્મેશ સાથે લગ્ન કર્યા હતા, ૧૨ મેં ના રોજ સાંજે સાત વાગે ધર્મેશને અચાનક જ હાર્ટ એટકે આવતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
ત્યારબાદ હોસ્પિટલના ડોકટરોએ ધર્મેશને મૃત જાહેર કર્યો હતો, આ ઘટના બનતા આખા વિસ્તારમાં મોટો ચકચાર મચી ગયો હતો, પ્રિન્સી આ વાતને લઈને ખુબજ અજાણ હતી, તે પછી પ્રિન્સીને ખબર પડી ગઈ કે કઈ થયું છે. ત્યારબાદ પ્રિન્સીએ હોસ્પિટલમાં સબંધીને ફોન કર્યો અને કહ્યું કે મને વિડીયો કોલ કરીને ધર્મેશને બતાવો, પણ કોઈએ વિડીયો કોલ ના કર્યો તો તેને ખબર પડી ગઈ કે.
ધર્મેશ આ દુનિયામાં નથી રહ્યો તો પ્રિન્સીએ તરત જ તે વાતનો ધાસ્કો લાગ્યો, ત્યારબાદ પ્રિન્સીએ વિચાર્યું કે ધર્મેશ વિના તે કઈ રીતે પોતાનું જીવન જીવશે, આવું વિચારીને તે તરત જ પોતાના બેડ રૂમમાં જતી રહી. પતિનો મૃતદેહ ઘરે આવે તેની પહેલા જ પ્રિન્સીએ પોતાનું જીવન ટૂંકાવી દીધું તો આખા પરિવારમાં જાણે માતમ છવાઈ ગયો હોય તેવું દુઃખદ વાતાવરણ સર્જાઈ ગયું હતું.