દીકરો કોમામાં છે તેમ માનીને પરિવારના લોકો સેવા કરતા હતા, પરિવારના લોકોને જયારે ખબર પડી કે તે છેલ્લા દોઢ વર્ષથી દીકરાના મૃતદેહની સેવા કરી રહયા છે તે જાણીને આખા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ. - ગુજરાત મીડિયા

દીકરો કોમામાં છે તેમ માનીને પરિવારના લોકો સેવા કરતા હતા, પરિવારના લોકોને જયારે ખબર પડી કે તે છેલ્લા દોઢ વર્ષથી દીકરાના મૃતદેહની સેવા કરી રહયા છે તે જાણીને આખા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ.

રોજબરોજ ઘણી અવનવી દુઃખદ ઘટનાઓ બનતી હોય છે, ઘણી ઘટનાઓ તો એવી બનતી હોય છે કે તેના વિષે જાણીને લોકોના હોશ પણ ઉડી જતા હોય છે, હાલમાં એક તેવી જ દુઃખદ ઘટના કાનપુરથી સામે આવી હતી, આ ઘટનાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે જ્યાં એક પરિવાર જે દીકરાને જીવિત માનીને તેની સેવા કરતો હતો, જયારે પરિવારના લોકોને દીકરા વિષે દોઢ વર્ષ પછી ખબર પડી કે તેનું મૃત્યુ થઇ ગયું છે.

આ પરિવારના લોકો છેલ્લા દોઢ વર્ષથી એક મૃતદેહ સાથે રહી રહયા હતા, આ વાત બહાર આવતાની સાથે જ આખા વિસ્તારમાં જાણે કોહરામ મચી ગયો હોય તેવું દુઃખદ વાતાવરણ સર્જાઈ ગયું હતું, વિમલેશ ઉત્તરપ્રદેશના કાનપુરનો રહેવાસી હતો, વિમલેશ ઈન્ક્મટેક વિભાગમાં અમદાવાદ ખાતે નોકરી કરતો હતો, જયારે દેશમાં કોરોનાની બીજી લહેર આવી ત્યારે તે બીમાર પડી ગયો હતો.

વિમલેશ બીમાર પડ્યો ત્યારબાદ પરિવારના લોકો તેમને તરત જ સારવાર માટે લખનઉ લઈને આવ્યા હતા, વિમલેશનું ત્યાં સારવાર દરમિયાન જ મૃત્યુ થઇ ગયું હતું, ત્યારબાદ પરિવારના લોકો તેમના અંતિમ સંસ્કાર કરવા માટે નીકળ્યા તે સમયે તેમની બોડીમાં હલનચલન થવા લાગ્યું તો પરિવારના લોકો તરત જ તેમને હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા.

આ વાત પર કોઈએ દયાન ના આપ્યું એટલે પરિવારના લોકોને થયું કે વિમલેશ કદાચ કોમમાં છે, ત્યારબાદ પરિવારના લોકો તેમને ઘરે લાવીને સેવા કરવા લાગ્યા હતા, પરિવારના લોકો સવાર સાંજ ડેટોલહી સાફ કરતા અને તેલથી માલિશ કરતા હતા, રોજ કપડાં બદલાવતા અને ૨૪ કલાક તેમના રૂમમાં AC ચાલુ રાખતા હતા, ત્યારબાદ વિમલેશ નોકરી આવતા ન હતા તો તેમનો વિભાગ તપાસ કરવા માટે તેમના ઘરે પહોંચ્યો હતો.

તેમનો આવી રીતે મૃતદેહ જોતાની સાથે જ બધા લોકો ચોકી પડ્યા હતા, ત્યારબાદ તે લોકોએ પરિવારના લોકોને સમજાવ્યું કે તેમનું મૃત્યુ થઇ ગયું છે. આ પરિવાર છેલ્લા દોઢ વર્ષથી દીકરાના મૃતદેહની સેવા કરી રહ્યો અને દરરોજ ડેટોલથી અને તેલથી માલિશ કરતા હતા એટલે કોઈ દુર્ગંધ આવતી ન હતી, આ વાત બહાર આવતાની સાથે જ આખા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *