આ યુવકે મોટા પગારવાળી નોકરી છોડીને ચાલુ કરી UPSC પરીક્ષાની તૈયારી અને પહેલા જ પ્રયાસે IAS અધિકારી બનીને માતાપિતાનું નામ ગર્વથી રોશન કર્યું.
હાલના સમયમાં અભ્યાસ કરવો ખુબ જ જરૂરી બની ગયો છે, તે માટે મોટા ભાગના યુવાનો અને યુવતીઓ તેમના જીવનમાં આગળ વધવા માટે ખુબ જ સારો અભ્યાસ કરતા હોય છે. અભ્યાસ પૂરો કરીને ઘણા યુવક અને યુવતીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ પણ કરતા હોય છે, દરેક પરીક્ષાઓ સૌથી વધારે કઠિન પરીક્ષા UPSC ની પરીક્ષાને ગણવામાં આવે છે.
તો પણ ઘણા યુવાનો આ પરીક્ષાને પોતાની સખત મહેનતથી પાસ કરીને અધિકારી બનતા હોય છે અને પરિવારનું નામ પણ ગર્વથી રોશન કરતા હોય છે. આ યુવકનું નામ કનિષ્ક કટારીયા છે જે મૂળ રાજસ્થાનના જયપુરના રહેવાસી છે, કનિષ્કના પિતા IAS અધિકારી હતા, તે પણ નાનપણથી અભ્યાસમાં ખુબ જ હોશિયાર હતા, કનિષ્કએ દસમાં ધોરણમાં ૯૪ અને બારમા ધોરણમાં ૯૬ ટકા મેળવ્યા હતા.
તે પછી આગળ તેઓએ IIT JEE માં ૪૪ મોં નંબર મેળવ્યો હતો, ત્યારબાદ કનિષ્કએ બોમ્બેમાં પોતાના ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂરો કર્યો હતો, ત્યારબાદ સાઉથ કોરિયામાં કનિષ્કએ સોફ્ટવેર કંપનીમાં મોટી નોકરી મેળવી હતી, તે પછી તેઓ ભારત પરત આવી ગયા અને અમેરિકાની કોઈ સ્ટાર્ટઅપ કંપનીમાં કામ કરવા લાગ્યા હતા.
કનિષ્કનો તે સમયે પગાર પણ ખુબ સારો હતો પણ વર્ષ ૨૦૧૭ માં તેઓએ તેમની નોકરી છોડી દીધી અને તે પછી તેઓએ UPSC ની પરીક્ષાની તૈયારી કરવાની ચાલુ કરી દીધી હતી, તે પછી તેઓ તૈયારી કરવા માટે દિલ્હી ગયા અને આઠ મહિના સુધી ત્યાં કોચિંગ લીધું
અને તે પછી તેઓ ઘરે પરત આવી ગયા હતા, ત્યારબાદ કનિષ્કએ સેલ્ફ સ્ટડી ચાલુ કરી અને વર્ષ ૨૦૧૯ માં UPSC ની પરીક્ષા આપી તો પહેલા જ પ્રયાસે આ પરીક્ષા પાસ કરીને પરિવારનું નામ ગર્વથી રોશન કર્યું.