પિતાએ પશુપાલનનો વ્યવસાય કરીને દીકરાને ભણાવ્યો તો દીકરાએ પણ પીએચડીની ડિગ્રી મેળવીને માતાપિતાનું નામ ગર્વથી રોશન કર્યું. - ગુજરાત મીડિયા

પિતાએ પશુપાલનનો વ્યવસાય કરીને દીકરાને ભણાવ્યો તો દીકરાએ પણ પીએચડીની ડિગ્રી મેળવીને માતાપિતાનું નામ ગર્વથી રોશન કર્યું.

આપણે દરેક લોકો જાણીએ છીએ કે દરેક લોકો પોતાના જીવનમાં આગળ વધવા માટે અનેક નાના મોટા સપનાઓ જોતા હોય છે, તે લોકો તેમના સપનાને પુરા કરવા માટે દિવસ રાત ખુબ જ મહેનત કરતા હોય છે. હાલના સમયમાં અભ્યાસનું મહત્વ ખુબ જ વધી ગયું છે, તેથી ઘણા લોકો આજે પોતાના જીવનમાં આગળ વધવા માટે સારો એવો અભ્યાસ કરતા હોય છે.

આજે આપણે એક તેવા જ યુવક વિષે વાત કરીશું, આ યુવક અમરેલી તાલુકાના લાલાવદર ગામનો રહેવાસી છે, આ યુવકે પોતાની મહેનતથી ઘણી મોટી સિદ્ધિ મેળવી હતી, આ યુવાન ભરવાડ પરિવારનો દીકરો હતો, તો પણ આ દીકરાએ પરિવારનો વ્યવસાય કરવાને બદલે અભ્યાસ કર્યો અને ગણિતશાસ્ત્ર જેવા વિષયમાં પીએચડીની ડિગ્રી મેળવી લીધી હતી.

લાલાવદરના કડવાભાઇ રાઠોડ ભરવાડ સમાજના છે, તેઓ પશુપાલનનો વ્યવસાય કરતા હતા, તેઓએ સખત મહેનત કરીને દીકરાને સારો એવો અભ્યાસ કરાવ્યો તો દીકરાએ પણ પોતાના પિતાની મહેનતને સાચી સાર્થક કરી બતાવી હતી, પિતાને ખબર ન હતી કે તેમનો દીકરો શું ભણે છે, જયારે તેમના વિષે તેમને ખબર પડી તો તેમને દીકરાના અભ્યાસ માટે ઘણો મોટો ખર્ચો કર્યો હતો.

કડવાભાઇના દીકરા ગોપાલે પીએચડીની ડિગ્રી મેળવીને ત્રીજો નંબર મેળવ્યો હતો, ગોપાલને નાનપણથી જ ભણવાનો ખુબ શોખ હતો એટલે તેને શરૂઆતથી જ લાલાવદરમાં લઈને જુનાગઢ અને અમરેલી જઈને માધ્યમિક શિક્ષણ મેળવ્યું હતું. ત્યારબાદ આગળ અભ્યાસ કરવા માટે કોલેજ કરીને રાજકોટમાં એમએસસી, એમફિલ અને પીએચડીની ડિગ્રી મેળવી લીધી હતી.

આ યુવકે મોટી સિદ્ધિ મેળવીને ગામના લોકોને ગૌરવ પણ અપાવ્યું હતું. આ દીકરાએ સખત મહેનત સાથે આટલી મોટી મોટી ડિગ્રીઓ મેળવીને મોટી સિદ્ધિ મેળવીને માતાપિતાની નામની સાથે સાથે આખા ગામનું નામ પણ ગર્વથી રોશન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *