મધર્સ ડે ના દિવસે રાજકોટની આ માતાએ પોતાના ૨૪ વર્ષના દીકરાની બંને કિડની ખરાબ થઇ જતા પોતાની એક કિડની દાનમાં આપીને દીકરાને નવું જીવનદાન આપ્યું.
દરેક લોકોએ પેલી કહેવતને તો સાંભળી જ હશે કે માં તે માં બીજા બધા વન વગડાના વા, આ કહેવત આપણને રોજબરોજ સાંભળવા મળતી હોય છે, ઘણા એવા સાચા દાખલાઓ પણ આપણને સાંભળવા મળતા હોય છે. હાલમાં જ રવિવારના દિવસે મધર્સ ડે હતો, મધર્સ ડેની ઉજવણી બધી જ જગ્યાએ કરવામાં આવી હતી, મધર્સ ડેના દિવસે બધા જ સંતાનો તેમની માતા માટે સારી એવી મોંઘી મોંઘી ગીફ્ટો પણ લાવતા હોય છે.
આજે આપણે એક તેવા જ કિસ્સા વિષે વાત કરીશું, આ કિસ્સા વિષે જાણીને તમારી આંખો પણ ભરાઈ જશે. આ કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો હતો, આ કિસ્સાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે અહીંયા રહેતા જાડેજા પરિવારમાં માતાએ તેમના દીકરાને બચાવવા માટે એકપણ પળનો વિચાર કર્યા વગર તેમની એક કિડની દીકરાને દાનમાં આપીને દીકરાનો જીવ બચાવી લીધો હતો.
મધર્સ ડેના દિવસે માતાએ તેમની એક કિડની દીકરાને દાનમાં આપીને તેનો જીવ બચાવી લીધો હતો, આ ઘટના બનતા આખા પરિવારમાં ખુશીઓ છવાઈ ગઈ હતી અને તેની સાથે સાથે લાગણીસભર દ્રશ્યો પણ સર્જાઈ ગયા હતા, માતાનું નામ ગીતાબા જાડેજા છે, ગીતાબાના પતિનું થોડા સમય પહેલા જ મૃત્યુ થઇ ગયું હતું, તેથી તે વાતનું તેમને ખુબ જ દુઃખ હતું.
ત્યારબાદ તેમના ૨૪ વર્ષના દીકરા વિશ્વરથસિંહ જાડેજાની એક કિડની ખરાબ થઇ ગઈ તો તેઓ ખુબ જ દુઃખી થઇ ગયા હતા, ગીતાબા સાથે અગ્નિ પરીક્ષા લેવાઈ રહી હોય તેવું લાગી રહ્યું હતું, તે પછી ડોકટરે પણ આ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનું કહ્યું તો માતાએ તેમની એક કિડની દાનમાં આપવાનું નક્કી કર્યું હતું.
ત્યારબાદ તેઓએ તેમના રિપોર્ટ કરાવ્યા તેમાં તેમની એક કિડની મેચ થઇ ગઈ હતી. આમ તો દીકરાની બંને કિડની ખરાબ થઇ ગઈ હતી એટલે તેમને બે મહિનામાં દર અઠવાડિયે બે વખતે ડાયાલીસીસ કરાવવું પડતું હતું. તેથી માતાએ કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર દીકરાને તેમની એક કિડની દાનમાં આપીને દીકરાને નવું જીવન આપીને માનવતા મહેકાવી.