અહીં હિંગળાજ માતાજી જમીનથી ૫૦ ફૂટ નીચે પાતાળમાં સાક્ષાત બિરાજમાન છે, માતાજીના દર્શન માત્રથી જ ભક્તોના ભવ ભવના દુઃખ દૂર થાય છે. - ગુજરાત મીડિયા

અહીં હિંગળાજ માતાજી જમીનથી ૫૦ ફૂટ નીચે પાતાળમાં સાક્ષાત બિરાજમાન છે, માતાજીના દર્શન માત્રથી જ ભક્તોના ભવ ભવના દુઃખ દૂર થાય છે.

ગુજરાતમાં નાના મોટા દેવી-દેવતાઓ મંદિરો આવેલા છે, તેમાંથી એક એવા મંદિર વિષે જાણીએ, અહીંયા હજારો વર્ષોથી પાતાળમાં બિરાજમાન છે અને અહીં દર્શન માત્રથી જ ભકતોના દુઃખ અને તકલીફ હંમેશા માટે દૂર થઇ જાય છે. અહીંયા માં ભકતોના દૂર કરે છે અને અહીંયા મંદિરમાં હિંગળાજ માં સાક્ષાત બિરાજમાન છે. હિંગળાજ માતા અહીં જમીનથી ૫૦ ફુટ ઊંડે જમીનમાં બિરાજમાન છે.

અહીંયા માતાજી પાતાળમાં સાક્ષાત બિરાજમાન છે તેથી લોકો અહીંયા દૂર દૂરથી માતાજીના દર્શન કરવા અને તેમના આશીર્વાદ લેવા માટે આવે છે. હિંગળાજ માતાજીનું આ મંદિર સોમનાથ ધામે આવેલ છે અને મંદિરનો ઇતિહાસ પાંડવો સાથે જોડાયેલો છે. મંદિરના ઇતિહાસ વિષે જો વાત કરવામાં આવે તો અહીંયા પાંડવોનો ગુપ્તકાર હતો એ સમયે તેઓએ અહીંયા જમીનની અંદર ૫૦ ફૂટ ઊંડી ગુફામાં રોકાઈ ગયા હતા.

ત્યારે તેમને હિંગળાજ માતાએ ગુફામાં સાક્ષાત દર્શન આપ્યા હતા અને ત્યારથી જ તેમને હિંગળાજ માતાજીની આ ગુફામાં સ્થાપના કરી દીધી હતી. ત્યારથી અહીંયા માતાજી સાક્ષાત બિરાજમાન છે. હિંગળાજ માતાજીને પાંડવોના કુળદેવી પણ ગણવામાં આવે છે, અહીંયા માતાજીની મૂર્તિની પાસે પાંચ પાંડવોની મૂર્તિની સ્થાપના પણ કરી દીધી છે.

અહીંયા દર્શન માત્રથી જ ભકતોના દુઃખ અને તકલીફ દૂર થાય છે. જે ભક્તો અહીંયા તેમની માનતા અહીંયા માંગે છે તેને પુરી કરવાં માટે હિંગળાજ માતાજીના ધામે આવે છે અને તેમની મનોકામનાઓ પણ અહીંયા આવીને પુરી કરે છે. માં અહીંયા દર્શને આવતા તમામ ભક્તોના દુઃખો દૂર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *