દીકરીના મૃત્યુના ૨૬ દિવસ પછી આવ્યું ૧૨ સાયન્સ નું રિજલ્ટ, રિજલ્ટ એવું આવ્યું કે માતા દીકરીની માર્કશીટને ગળે લગાવીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. - ગુજરાત મીડિયા

દીકરીના મૃત્યુના ૨૬ દિવસ પછી આવ્યું ૧૨ સાયન્સ નું રિજલ્ટ, રિજલ્ટ એવું આવ્યું કે માતા દીકરીની માર્કશીટને ગળે લગાવીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

આપણે દરેક લોકો જાણીએ છીએ કે દરેક માતા પિતાની ઈચ્છા હોય કે તેમના બાળકો સારો અભ્યાસ કરીને મોટી સિદ્ધિ મેળવે અને માતા પિતાનું નામ દેશભરમાં રોશન કરે. પણ ઘણીવાર એવી દુઃખદ ઘટનાઓ બનતી હોય છે કે તે ઘટનાઓ ઘણીવાર આંખોમાં પાણી લાવી દેતી હોય છે. હાલમાં એક તેવી જ દુઃખદ ઘટના રાજસ્થાનના બુંદીથી સામે આવી હતી.

આ ઘટનાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે દીકરીના મૃત્યુના ૨૬ દિવસ પછી તેના બારમાં ધોરણનું રિજલ્ટ આવ્યું તો માતા માર્કશીટને ગળે લગાવીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી, આ દીકરીનું નામ ગુંજન મરાઠા હતું. આ દીકરી રાજસ્થાનના બુંદીની રહેવાસી હતી, આ દીકરી ભણવામાં ખુબ જ હોશિયાર હતી. તેથી આ દીકરીનું સપનું હતું કે તે ભણી ઘણીને સારી એવી નોકરી હાંસિલ કરે.

તેની સાથે સાથે પોતાના પરિવારની આર્થિક સ્થિતિ સુધારી દે, ગુંજન બારમાં સાયન્સમાં અભ્યાસ કરી રહી હતી. પરીક્ષા પુરી થયા પછી ગુંજનએ તેના માતા પિતાને કહ્યું કે મારે ૧૨ માં ધોરણમાં ઓછામાં ઓછા ૯૦ ટકા આવશે પણ રિજલ્ટ આવે તેની ૨૬ દિવસ પહેલા જ ગુંજનનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થઇ ગયું હતું, ગુંજનનું અકસ્માતમાં મૃત્યુ થઇ જતા પરિવાર પર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય.

તેવું દુઃખદ વાતાવરણ સર્જાઈ ગયું હતું, ત્યારબાદ ૨૬ દિવસ પછી જયારે ગુંજનનું રિજલ્ટ આવ્યું ત્યારે તેને ૧૨ માં સાયન્સમાં ૯૧ ટકા મેળવ્યા હતા, ગુંજનનું આટલું સારું રિજલ્ટ જોઈને માતા પિતાની આંખો પણ ભરાઈ આવી હતી, માતા પિતા દીકરીને ગળે લગાવીને શાબાશી આપવા માંગતા હતા

પણ તેમની પાસે હવે દીકરી રહી ન હતી તો માતા દીકરીની માર્કશીટને ગળે લગાવીને જોરજોરથી રડી પડી હતી. આથી કુદરતનો ખેલ પણ ખુબ જ નિરાલો છે કયા સમયે શું થવાનું છે તેનું કઈ નક્કી જ નથી હોતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *