દીકરાઓએ પોતાના સ્વર્ગસ્થ માતા પિતાની યાદમાં લાખો રૂપિયાનો ખર્ચ કરીને બનાવી દીધું માવતર મંદિર, સવાર સાંજ ભગવાનની જેમ પૂજા અર્ચના કરે છે.
હાલમાં એવો જમાનો આવી ગયો છે કે જયારે માતા પિતા વૃદ્ધ થાય છે ત્યારે તેમના બાળકો વૃદ્ધ માતા પિતાની સેવા નથી કરી શકતા, ત્યારબાદ માતાપિતાને વૃદ્ધાશ્રમમાં જવા માટેનું કહી દેતા હોય છે, પણ માતા પિતા પોતાના બાળકો માટે પોતાનું આખું જીવન કુરબાન કરી દેતા હોય છે, જયારે માતા પિતા વૃદ્ધ થાય છે ત્યારે બાળકો તેમની સેવા કરવાને બદલે તેમનો સાથ છોડી દેતા હોય છે.
પણ આજે આપણે એક એવા દીકરા વિષે વાત કરીશું, જ્યાં આ દીકરાઓએ પોતાના માતા પિતાનું મંદિર બનાવીને સવાર સાંજ તેમની ભગવાનની જેમ તેમની પૂજા અર્ચના કરવાનું ચાલુ કર્યું હતું, આ મંદિર અમરેલીના સિંગપરાના સિતારામ નગરમાં આવેલું છે, આ ગામમાં રહેતા બે દીકરાઓએ પોતાના માતા પિતાનું ખુબ જ ભવ્ય મંદિર બનાવ્યું હતું.
આ બે દીકરાઓ પોતાના માતા પિતાની ખુબ જ દિલથી સેવા કરી રહ્યા હતા, આ બે ભાઈઓ આજના જમાનામાં આ બધા માટે એક માતા પિતા પ્રત્યેનું એક ઉત્તમ ઉદાહરણ બન્યા છે, મોહનભાઈ અને સ્વ.મોંધીબેનને ચાર દીકરાઓ હતા, ચારે દીકરાઓ પોતાના માતા પિતાને ખુબ જ પ્રેમ કરતા હતા પણ સમય જતા માતા પિતાનું મૃત્યુ થઇ ગયું અને બે દીકરાઓનું પણ મૃત્યુ થઇ ગયું હતું.
હાલમાં બે દીકરાઓ જીવિત હતા એટલે તેમને પોતાના માતા પિતાની યાદમાં ભવ્ય મંદિર બનાવ્યું હતું, આ બે દીકરાઓએ આ મંદિર બનાવવા માટે દસ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો, આ બે દીકરાઓ સવાર સાંજ માતા પિતાની
ભગવાનની જેમ પૂજા અર્ચના કરે છે, આ મંદિરને માવતર નામ આપવામાં આવ્યું છે. તેથી લોકો દૂર દૂરથી આ માવતર મંદિરના દર્શન કરવા માટે આવે છે, દરેક લોકો દર્શન કરીને કહે છે કે ખરેખર આ દીકરાઓને ધન્ય છે.