દંપતીનો અમર પ્રેમ, પતિના મૃત્યુનો વીરહ પત્ની સહન ના કરી શકી તો તેને પણ પોતાનું જીવન ટૂંકાવી દીધું તો આખા વિસ્તારમાં કોહરામ મચી ગયો.
દરેક લોકોએ પેલી કહેવત તો સાંભળી જ હશે કે પ્રેમ એક એવી વસ્તુ છે કે ગમે તે ઉંમરમાં ગમે તે વ્યક્તિ સાથે થઇ શકે છે, જયારે પણ કોઈની સાથે આપણને સાચો પ્રેમ થઇ જાય ત્યારે વ્યક્તિ એકપણ સેકન્ડ પોતાના પ્રેમી વગર રહી શકતા નથી અને જીવન જીવવાની કલ્પના પણ નથી કરી શકતા, હાલમાં એક તેવી જ કરુણ ઘટના અમરેલીના લીલીયા ગામમાંથી સામે આવી હતી.
આ ઘટનાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે એકસાથે પતિ પત્નીની અર્થી ઉઠતા આખું ગામ હીબકે ચઢ્યું હતું. અમરેલીના લીલીયા ગામના ધવલ રાઠોડ અને પ્રિન્સી એકબીજાને ખુબ જ પ્રેમ કરતા હતા, ત્યારબાદ તે લોકોએ એકબીજાના પ્રેમની વાત પોતાના પરિવારના લોકોને જણાવી તો પરિવારના લોકોએ પણ તેમના પ્રેમ સબંધને સ્વીકારી લીધો.
ત્યારબાદ બંનેના છ મહિના પહેલા જ ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા હતા. લગ્નના ૬ મહિના પછી જ ધવલ ભાઈને અચાનક જ હાર્ટ એટેક આવ્યો તો તેમનું મૃત્યુ થઇ ગયું હતું, જયારે આ વાતની જાણ તેમની પત્ની પ્રિન્સીને થઇ તો પ્રિન્સી પોતાના પતિના મૃત્યુનો વીરખ સહન ના કરી શકી અને આ વાત સાંભળતાની સાથે જ પ્રિન્સીએ પણ પોતાનું જીવન ટૂંકાવી દીધું તો પરિવારમાં બેવડું દુઃખ છવાઈ ગયું.
ત્યારબાદ પ્રિન્સીને તરત જ હોસ્પિટલમાં લઇ જવામાં આવી પણ ત્યાં હાજર ડોકટરે પ્રિન્સીને મૃત જાહેર કરી હતી, એકસાથે પતિ પત્નીનું મૃત્યુ થઇ જતા બંનેની અંતિમયાત્રા એકસાથે નીકળી તો તે દ્રશ્યો જોઈને આખા વિસ્તારમાં ખુબ જ ચકચાર મચી ગયો હતો અને આખું ગામ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યું હતું.