દાહોદમાં આજે પણ હનુમાન દાદા સાક્ષાત બિરાજમાન છે, દાદાના દર્શન માત્રથી જ ભક્તોના મનની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
ગુજરાતની પવિત્ર ધરતી પર ઘણા બધા નાના મોટા હજારો દેવી દેવતાઓના મંદિરો આવેલા છે, દરેક મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે, ગુજરાતના ખૂણે ખૂણે વર્ષો જુના અને પૌરાણિક મંદિરો આવેલા છે. આ મંદિરોમાં ઘણી વખતે ચમત્કારો પણ થતા જોવા મળે છે, આજે આપણે એક તેવા જ ૮૦૦ વર્ષ જુના પૌરાણિક હનુમાન દાદાના ચમત્કારિક મંદિર વિષે વાત કરીશું.
આ હનુમાન દાદાના મંદિરમાં દર્શન કરવા માત્રથી જ ભક્તોની બધી જ મનની મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ મંદિર દાહોદમાં આવેલું છે, આ મંદિરના ઇતિહાસની જો વાત કરવામાં આવે તો આ મંદિર આશરે ૮૭૪ વર્ષ પહેલા ઈસ.૧૧૪૯ માં યશસ્વી શાસક સિધ્ધરાજ જયસિંહે દાહોદમાં છાબ તળાવ બનાવ્યું હતું. તે પછી તેઓએ આ જગ્યા પર હનુમાન દાદાની મૂર્તિની સ્થાપના કરી હતી.
આ મંદિરના સ્થાપકે જણાવતા કહ્યું હતું કે છાબ તળાવનો ઓવારો તૂટી જતા તેમાંથી નીકળેલી એક ઐતિહાસિક પ્રતિમા લાવીને આ મંદિરમાં બિરાજમાન કરવામાં આવી હતી, ત્યારથી લઈને અત્યાર સુધી આ જગ્યા પર દાદા સાક્ષાત બિરાજમાન છે. દાદાના દર્શન કરવા માટે આવતા ભક્તોને દાદા કોઈ દિવસે ખાલી હાથે પાછા જવા દેતા નથી.
તેથી આ મંદિર ભક્તો માટે મોટી આસ્થાનું એક કેન્દ્ર બની ગયું છે, તેથી ભક્તો ઘણે દૂરથી મોટી સંખ્યામાં દાદાના દર્શન કરવા માટે આવતા હોય છે, તેથી દિવસે દિવસે ભક્તો તેમની શ્રદ્ધા પ્રમાણે રોજે રોજ મોટી સંખ્યામાં દર્શને આવે છે,
દાદાના આશીર્વાદ લઈને ભક્તો તેમના જીવનમાં સુખ અને શાંતિનો અનુભવ પણ કરતા હોય છે. તેવી જ રીતે દાદા તેમના ભક્તોને કોઈ દિવસે દુઃખી કે નિરાશ નથી થવા દેતા અને ભક્તોની બધી જ માનેલી મનોકામનાઓ પૂર્ણ કરે છે.